આંખની સંપૂર્ણ તપાસ એટલે દ્રષ્ટિની સંપૂર્ણ તપાસ, તેમજ તે અંતર્ગત તેમાં કોઈ ખામી હોય તે શોધી કાઢવું. તેમાં ઘણા બધા ટેસ્ટનો સમાવેશ થાય છે જેમકે વિઝ્યુઅલ એકવીટી ટેસ્ટ, રીફ્રેકશન ટેસ્ટ, ઇન્ટ્રાઓક્યુલર પ્રેસર માપન, તેમજ પરદા અને આંખની નસની તપાસ.
આંખની નિયમિત તપાસ આંખને તંદુરસ્ત રાખવા માટે તેમજ કોઈ નેત્રરોગની સમયસર જાણકારી મેળવવા માટે ખુબજ આવશ્યક છે.
આંખની સંપૂર્ણ તપાસ તમને દ્રષ્ટિવિહિન થવાથી બચાવે છે અને કોઈપણ નેત્રરોગ માટે સમયસર સારવાર લેવા માટે તત્પર કરે છે.
મોતિયાની સારવાર દરમ્યાન તમારી આંખના ધૂંધળા થઇ ગયેલા લેન્સને શસ્ત્રક્રિયા દ્વારા કાઢી, તેના સ્થાને કુત્રિમ લેન્સ મૂકી દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરવામાં આવે છે. મોતિયાને કારણે આપણી આંખનો કુદરતી લેન્સ ધૂંધળો થઇ જાય છે તેથી દ્રષ્ટિમાં ઝાંખપ અનુભવાય છે અને જો તેની સારવાર ના કરવામાં આવે તો અંધાપો આવી શકે છે.
આજકાલ મોતિયાની શસ્ત્રક્રિયા સલામત અને અસરકારક રીતે કરવામાં આવે છે જેમાં દ્રષ્ટિની પુનઃસ્થાપના નો દર ઘણો ઉંચો છે.
મોતિયાની તપાસ અને સારવાર વહેલી તકે કરાવી લેવી જરૂરી છે જેનાથી તમારી દ્રષ્ટિને થતી હાનિ રોકી શકાય છે અને તમારા જીવનની ગુણવત્તા સુધરી શકે છે.
રીફ્રેકટીવ ખામીઓ જેમકે નજીકની દ્રષ્ટિ, દૂરની દ્રષ્ટિ, અસ્પષ્ટ દ્રષ્ટિ ને દૂર કરવા માટે લેસિક (લેસર આસિસ્ટેડ ઈન સીટુ કેરેટોમિલેસીસ), આઈ સી એલ (ઇમ્પ્લાન્ટેબલ કોલોમર લેન્સ), અને આર એલ ઇ ( રીફ્રેકટીવ લેન્સ એક્સચેન્જ ) ની પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તે દ્વારા ચશ્માંની નહિવત જરૂર વર્તાય છે અને સંપૂર્ણપણે ચશ્માંથી મુક્તિ પણ મેળવી શકાય છે.
દ્રષ્ટિમાં સુધારો લાવવા માટે રીફ્રેક્ટીવ પ્રક્રિયા તમને કાયમ માટે નો ઉકેલ પૂરો પાડે છે અને તમારી દ્રષ્ટિની તીવ્રતાને મહદઅંશે સુધારે છે.
આ પ્રક્રિયાઓ સલામત અને ઓછામાં ઓછી પીડાદાયક હોય છે. આ પ્રક્રિયામાં તમને દુખાવો થતો નથી તેમજ ઝડપી રીકવરી પણ આપે છે.
બાળકોની આંખોની સાર-સંભાળમાં બાળકોની આંખોની ચિકિત્સા અને સારવાર નો સમાવેશ કરવામાં આવે છે. બાળકોમાં રીફ્રેકટિવ એરર્સ, એમ્લાઓપિઆ, સ્ટ્રેબિસ્મસ (ત્રાંસી આંખ)અને કેટલીક જન્મજાત વિકૃતિઓ જોવા મળે છે. બાળકોની આંખોની સાર-સંભાળ ઘ્વારા તેમની દ્રષ્ટિને સુધારી શકાય છે અને દ્રષ્ટિ સંબંધ કોઈ પણ સમસ્યાની સમયસર સારવાર થઇ શકે છે.
બાળકોની આંખોની સમસ્યાઓનું સમયસર નિદાન અને સારવાર તેમની દ્રષ્ટિમાં બને તેટલો વધારે સુધારો કરે છે. તેમને અંધાપાથી બચાવે છે અને આંખોને તંદુરસ્ત રાખે છે.
બાળકોની આંખોની સારવારના નિષ્ણાંત ડૉક્ટર નવજાત શિશુ, બાળકો અને કિશોરોની આંખોને લગતી સમસ્યાઓના નિવારણમાં નિપૂણ હોય છે.
ઝામર અથવા ગ્લુકોમાંની સારવારમાં ઉંચા ઇન્ટ્રાઓક્યુલર પ્રેસર અને તેના નિયંત્રણનો સમાવેશ થાય છ, જેથી આંખની નસને નુકસાન ના થાય અને અંધાપો ના આવે. આંખના ટીપાં, ગળવાની દવાઓ, લેસર થેરાપી, ઇન્ટ્રાઓક્યુલર પ્રેસર ઓછું કરવા માટે તેમજ દ્રષ્ટિની જાળવણી માટે શસ્ત્રક્રિયાનો પણ આ સારવારમાં સમાવેશ થાય છે.
ઝામરને આખી દુનિયામાં કાયમી અંધાપા માટેનું મુખ્ય કારણ માનવામાં આવે છે,પણ સમયસરનું નિદાન અને સારવારથી દ્રષ્ટિ બચાવી શકાય છે.ઝામરના નિવારણ માટે આંખની નિયમિત તપાસ અતિ આવશ્યક છે. ખાસ કરીને તેઓ માટે જેઓના કુટુંબમાં ઝામરનો રોગ વારસાગત હોય.
કોર્નિયાનું (નેત્રપટલ)ના આરોપણમાં ઈજાગ્રસ્ત અથવા રોગગ્રસ્ત નેત્રપટલને કાઢી નાખી તેના સ્થાને કોઈ તંદુરસ્ત દાતાની નેત્રપટલને બેસાડવામાં આવે છે. તેને કોર્નિયલ ગ્રાફિટિંગ પણ કહેવાય છે અને આ રીતે દ્રષ્ટિ ફરી પ્રાપ્ત થાય છે.
વીટ્રીઓ રેટિનલ ની સારવારમાં રેટિના અને વીટ્રીઅસને અસર કરતા રોગોની ચિકિત્સા અને તેની સારવારનો સમાવેશ કરવામાં આવે છ. ડાયાબિટીક રેટિનોપેથી ઉંમરના કારણે રેટિનાની મધ્ય ભાગનું નબળું પડવું, રેટિનાનું ખસી જવું કે વીટ્રીઅસ હેમરેજ થવું વગેરેની સારવાર આ અંતર્ગત આવે છે. સારવાર દરમ્યાન ઇંટ્રાવિટ્રીઅલ ઈન્જેકશન આપવામાં આવે છે, લેસર થેરાપી કે શસ્ત્રક્રિયા પણ જરૂરી બની શકે છે.
રેટિના અને વીટ્રીઅસના રોગો સંપૂર્ણ અંધાપો લાવી શકે છે અને તેથી તેની ચિકિત્સા અને સારવાર તત્કાળ કરાવવી પડે છે.
વીટ્રીઓ-રેટિનલ ના નિષ્ણાંત ડોક્ટરો જટિલ શસ્ત્રક્રિયાને પણ સફળતાપૂર્વક પાર પાડે છે અને દ્રષ્ટિનું પુનઃસ્થાપન કરી શકે છે.
ન્યુરો ઓપથોમોલોજી એ ઓપથોમોલોજીની પેટા શાખા છે. ચેતા તંત્ર, ઓપ્ટિક નર્વ ની ખામીઓ, દ્રષ્ટિ માં તકલીફ, ડબલ વસ્તુઓ દેખાવવી, આંખનું અસાધારણ હલન-ચલણ વગેરેને લગતી દ્રષ્ટિની સમસ્યાઓ તે આ સારવારનું કાર્યક્ષેત્ર છે, જેમાં દ્રષ્ટિને લગતી ચેતાઓ અને મગજની ચેતાઓની તપાસ અને સારવાર નો સમાવેશ થાય છે.
ન્યુરો ઓપ્થેલ્મીક સ્થિતિમાં નેત્રરોગ નિષ્ણાંત અને મસ્તિષ્કના રોગોના નિષ્ણાંતો વચ્ચેનો સહયોગ ઘણીવાર અસરકારક પરિણામો આપે છે.
ન્યુરો ઓપ્થેલ્મીક ખામીઓના કારણો જાણવા માટે સંપૂર્ણ ન્યુરોલોજિકલ તપાસ અને સીટીસ્કેન વગેરે જરૂરી થઇ જાય છે.
અલ્પદ્રષ્ટિ માટેના સહાયક સાધનો અને દ્રષ્ટિનું પુનઃસ્થાપન સેવાઓ દ્રષ્ટિની ખામીઓ નિવારણ અને જે કોઈ થોડીઘણી દ્રષ્ટિ બચી છે તેને મહત્તમ ઉપયોગી બનાવી શકાય તે હેતુ થી માપવામાં આવે છે. તથા તે દ્વારા દ્રષ્ટિની ક્ષમતાને વધારવાના પ્રયત્ન કરવામાં આવે છે. જેથી દર્દી વધુ સ્પષ્ટપણે જોઈ શકે. દ્રષ્ટિની ક્ષમતા વધારવા માટે મેગ્નીફાયર્સ, ટેલિસ્કોપ, ઇલેકટ્રોનિક ઉપકરણો તેમજ સાધનોને અનુકુળ થવાની ટેક્નિકનો ઉપયોગ થાય છે જેથી રોજ -બરોજના કામોમાં તકલીફ ના પડે.
દ્રષ્ટિ ઉપચારને ઓર્થોપ્ટીક થેરપી પણ કહેવામાં આવે છે. તે એક વ્યક્તિગત સારવાર છે. તે ઘ્વારા દ્રષ્ટિ કૌશલ્ય સુધારી શકાય છે. બાયનોકયુલર વિઝન, એમ્લાઓપિઆ, ત્રાસી આંખ અને વિઝ્યુઅલ પ્રોસેસિંગ જેવી ખામીઓનો ઉપચાર કરી શકાય છે. આ ઉપરાંત આંખને લગતી વિવિધ પ્રકારની કસરતો અને પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જે આંખની માંસપેશીઓને કરે, બંને આંખો વચ્ચેના સંકલનને સુધારે તેમજ દ્રષ્ટિની ક્ષમતા વધારે છે. પ્રમાણિત એવા દ્રષ્ટિ ઉપચાર નિષ્ણાંતો દરેક દર્દીને તેમની જરૂરિયાત અને ધ્યેય મુજબના વ્યક્તિગત ઉપચારો તૈયાર કરે છે.
કોન્ટેક્ટ લેન્સ ક્લિનિકમાં નિષ્ણાંતો દ્વારા કોન્ટેક્ટ બેસાડવામાં આવે છે. તે વ્યક્તિગત જરૂરિયાતો પ્રમાણે દર્દીને લેન્સ સૂચવે છે, જેમકે દર્દીને રીફ્રેકટીવ એરર હોય અથવા કોઈ આંખને ખાસ પ્રકારના લેન્સની જરૂર હોય. તેઓ દર્દીને વિવિધ પ્રકારના લેન્સના વિકલ્પો સૂચવે છે, જેમકે સોફ્ટ, રીજીડ -ગેસ પરમીએબલ, ટોરિક, મલ્ટિફોકલ અને અન્ય પ્રકારના વિશિષ્ટ લેન્સ. તેઓ લેન્સને લગતી સંપૂર્ણ સેવાઓ પુરી પાડે છે, સ્પષ્ટ દ્રષ્ટિની ખાત્રી આપે છે અને કોઈ પણ સમસ્યા વિના કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરી શકે તે માટેના સૂચનો અને માર્ગદર્શન આપે છે.
કોન્ટેક્ટ લેન્સ ક્લિનિક દર્દીને વ્યક્તિગત સલાહ, યોગ્ય લેન્સની પસંદગી માટેનું માર્ગદર્શન, તે લેન્સ આંખમાં બેસાડી રાખવા જેવી સેવાઓ આપે છે.
દર્દીને આંખના આરોગ્ય માટે અને લેન્સના સલામત ઉપયોગ માટે તેમજ લેન્સની જાળવણી માટે નિયમિત ક્લિનિક ની મુલાકાત લેવી જોઈએ.
વિકાસલક્ષી બાળરોગ ચિકિત્સક બાળકોના વર્તન, શિક્ષણ અને વિકાસ અને માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાત છે. તે એક વિશેષતા વિસ્તાર છે, જે સામાન્ય બાળરોગથી અલગ છે, જેમાં અમારી પાસે આ ક્ષેત્રમાં વધારાની તાલીમ અને અનુભવ છે અને તે અમારી વિશેષ રુચિ છે; તે તે છે જે આપણે શ્રેષ્ઠ કરવાનું પસંદ કરીએ છીએ.
આરોગ્ય સેવાઓ મંત્રાલય 1 થી 4 વર્ષની વય વચ્ચે 7 સારી બાળકોની મુલાકાત લેવાની ભલામણ કરે છે. ચાર વર્ષની ઉંમર પછી, બાળકો વાર્ષિક તપાસ માટે બાળરોગ ચિકિત્સકની મુલાકાત લેવાની ભલામણ કરે છે.
AAP મુજબ, દર્દીઓએ 21 વર્ષની ઉંમર સુધી બાળરોગ ચિકિત્સકને મળવું ચાલુ રાખવું જોઈએ. 1938 થી, બાળરોગ ચિકિત્સકને જોવા માટેની ભલામણ કરેલ ઉંમર 18 વર્ષની હતી, પરંતુ તેમનું સત્તાવાર વલણ 1969માં 21 વર્ષનું હતું અને 2017 સુધી ત્યાં જ રહ્યું, જ્યારે તેઓએ તેને છોડી દેવાની ભલામણ કરી. વય મર્યાદા