ર્ડા.દવેનું હોસ્પિટલની સ્થાપના પાછળનું પ્રેરણાબળ તેમની ઉંડી આંતરિક લાગણી માંથી સ્ફૂરે છે. આ હેતુને પાર પાડવા માટેની ઉત્ક્ટ ઈચ્છા સાથે ર્ડા.દવે દ્વારા વ્યાજબી અને સામાન્ય લોકોને પણ પોષાય દરે આંખની સારવાર સેવાઓ શરુ કરી અને આંતિઆધુનિક ઓપરેશન થીએટરનો દર્દીઓને લાભ આપવાનો શરુ કર્યો. સૌથી વધુ વિશ્વાસનીય આયકેર ક્લિનિક જે અમારું પ્રગતિશીલ સ્વપ્ન છે. થોડા જ વર્ષોમાં અમારાં સ્થાનિક દર્દીઓએ અમારી હોસ્પિટલને “ટોપ-રેટેડ” આંખની હોસ્પિટલના દરજ્જામાં મુકાવી દીધી છે. બધાજ દર્દીઓ અમારી પારદર્શક અને વિશિષ્ટ આંખની સારવારથી અત્યંત ખુશ છે.
'ર્ડા.દવે આઈ હોસ્પિટલના ર્ડા.સોહમ દવે જેઓએ ભારતની અતિ પ્રતિષ્ઠિત તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતનામ સંસ્થાઓમાં ચિકિત્સા અને શસ્ત્રક્રિયાની તાલીમ લીધી હોય, જેમકે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ તેમજ ડૉક.અગરવાલ આંખની હોસ્પિટલ. ડૉ.સોહમ દવે 11,000 થી પણ વધુ શસ્ત્રક્રિયાઓ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ જટિલ શસ્ત્રક્રિયાઓ અને અસામાન્ય નેત્રરોગ ની સારવારમાં પણ નિષ્ણાંત છે. તેઓ સતત તેમની કુશળતામાં સુધાર કરતા રહે છે. જેથી દર્દીઓને અતિઆધુનિક સારવાર વ્યાજબી દરે ઉપલબ્ધ થાય.
અમારી નિષ્ઠા હોસ્પિટલ પૂરતી જ મર્યાદિત નથી. અમે આઈ કેમ્પ દ્વારા લોકો ના મોટાં સમુહ સુધી અમારી સેવાઓ પહોંચાડીએ છીએ. અમારી હોસ્પિટલનું કોમ્યુનિટી ઓપ્થેલ્મોલોજી વિભાગ એવા લોકોને આંખની સંપૂર્ણ તપાસ તેમજ શસ્ત્રક્રિયાની સેવાઓ પુરી પાડે છે જેઓ હોસ્પિટલ સુધી નથી પહોંચી શકતા એ લોકોને પણ વ્યાજબી દરે સેવાઓ પુરી પાડે છે. અમે દ્રઢ પને એ માનીએ છે કે સંજોગોથી પર દરેક આંખને સર્વ શ્રેષ્ઠ સારવાર ની જરૂર છે. આ હોસ્પિટલ અતિઆધુનિક સુવિધા સૌથી સજ્જ છે, જેમકે અતિઆધુનિક મોડયુલર ઓપરેશન થીએટર, અતિઆધુનિક મશીનો વગેરે, કે જેથી સલામતીના સૌથી ઉંચા સ્તર સાથે શસ્ત્રક્રિયા કરી દર્દીને સંતોષકારક સારવાર આપી શકાય.
નવીન અને પરિણામલક્ષી એવી આંખની સારવાર માટેની સુવિધા સૌને ઉપલબદ્ધ કરાવવી, જે નાવિન્ય અને અટલ નિષ્ઠાથી પ્રેરિત હોય.
અમારું ધ્યેય દુનિયાની સૌથી વિશ્વસનીય આઈકેર સંસ્થા બનાવવાનું છે.
નવીન અને પરિણામલક્ષી એવી આંખની સારવાર માટેની સુવિધા સૌને ઉપલબદ્ધ કરાવવી, જે નાવિન્ય અને અટલ નિષ્ઠાથી પ્રેરિત હોય.
અમે પારદર્શકતા, નિષ્ઠા, સહાનુભૂતિ જેવા મૂલ્યોને વરેલા છીએ અને અમે ઉંચી વ્યવસાયિક કુશળતાના ધોરણો તેમજ પરસ્પર સન્માનમાં માનીએ છે. અમારા માટે દર્દી સૌથી ઉંચુ મહત્વ ધરાવે છે.